ગીતા જયંતી ની શુભકામના
ભારત ના અને દુનિયા ન ઘણા ગ્રંથો છે જેના અનુકરણ પાછળ દુનિયા ઘેલી છે.
આજે મારે વાત કરવી છે શ્રીમદ્દ ભગવદ્ ગીતા પર.હું બસ વાત જ કરીશ કેમ કે વાંચું એ હજી સંપૂર્ણ અમલ માં મૂકી શકું એ તો માનવી ની પ્રકૃતિ માં ઓછું હોય.પણ હા જ્યાર થી સમજતી થઈ વાર્તા અને વડીલો પાસે થી નાના મોટા ઉદાહરણો સ્વરૂપે ઈશ્વર પ્રગટ થતાં રહ્યાં.જાત અનુભવ થી વાત કરું તો જીવન ની એક એવી ક્ષણ પણ પસાર થઈ જ્યારે દુનિયા થી દુર બેસી ને ગીતા તરફ વળી કદાચ એટલા વાંચન થી પણ હું આજ હયાત છું.ઈશ્વરે બોલેલા સત્યો અને જીવન પણ યુદ્ધ સમાન છે એવું સમજાવનાર નારાયણ ને જેટલી નમું ઓછું છે.આજ ગીતા જયંતી છે પણ અફસોસ એ છે કે આપણે પોતે કે આપણા બાળકો ને પણ ગીતા જીવન માં વાચવા માટે પ્રોત્સહિત નથી કરી શકતાં.દુનિયા જે ગ્રંથ ને નમે છે,એ વાચવા માં ભારતીયો જ જરાક ખમે છે.ગીતા,કુરાન,બાઇબલ દરેક નો મર્મ એક છે.માણસાઈ દાખવી ને પોતાને અને વિચારો ને બદલી ને પણ ઘણું થઈ શકે.મને આ હકીકત માં સમજ પડી. મેં રજૂ કરી વાંચન બદલ આભાર.સારથી બીનો સ્વાર્થી નહિ.
"કોલસો થઈ ગંગા સાફ કરું
લાશ થઈ કબર ને હાશ કરું
લાવ જરા ગીતા નું પાલન કરું
મન ને હામ રેહશે કે પ્રભુ પામ્યા પેહલા જાત સાફ કરું."
- ભુમિ પંડ્યા