જે સમજે બહેન ની વ્યથા,એનું નામ ભાઈ છે,
આવે ચળવળ નિભાવે પ્રથા,એનું નામ ભાઈ છે.
મસ્તી મજાક,હાસ્ય કિલોક થાય થોડા રિસમણાં,
વિના શબ્દો દુઃખ સમજે સદા,એનું નામ ભાઈ છે.
જીવન ભર સાથે સહુ રહેતા નથી ભાઈ બહેન,
ભીડ પડે ત્યાં રહે ઉભા,એનું નામ ભાઈ છે.
બહેન રક્ષક રૂપી બાંધે રાખડી ના,તો શું થયું,
નિભાવી જાણે સંબંધ વિના ધાગા,એનું નામ ભાઈ છે.
ના લોહી નો સંબંધ હોય તો શું? લાગણી તો છે,
ના રાખે કોઈ આશા નિરાશા,એનું નામ ભાઈ છે.
માનીતી હોય કે હોય પોતાની માઁ જણી બહેન,
માને સંબધ બન્ને હૃદયના સરખા,એનું નામ ભાઈ છે.
બોલે વધુ ના એકબીજા સંગ પ્રેમ તોય ભરપૂર,
રાખે સદા જે મુખ પર સ્મિત ભલા,એનું નામ ભાઈ છે.
Dp,"પ્રતીક"