Gujarati Quote in Questions by Preeti Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખો તળાવ નથી,
તોય ખબર નઈ કેમ..? ભરાઈ જાય છે.

લાગણી મકાન નથી,
તોય ખબર નઈ કેમ..? બંધાઈ જાય છે.

ઈગો શરીર નથી,
તોય ખબર નઈ કેમ..? ઘવાઈ જાય છે.

દુશ્મની બીજ નથી,
તોય ખબર નઈ કેમ..? વવાઈ જાય છે.

શબ્દો પથ્થર નથી,
તોય ખબર નઈ કેમ..? લાગી જાય છે.

પૈસાને રૂપ નથી,
તોય ખબર નઈ કેમ..? અંજાઈ જવાય છે.

કુદરત પત્ની નથી,
તોય ખબર નઈ કેમ..? રીસાઈ જાય છે.

બુદ્ધિ લોખંડ નથી,
તોય ખબર નઈ કેમ..? કટાઈ જાય છે.

માણસ હવામાન નથી,
તોય ખબર નઈ કેમ..? બદલાઈ જાય છે.

હોઠ કપડા નથી,
તોય ખબર નઈ કેમ..? સિવાઈ જાય છે.

પ્રેમ એ ખાડો નથી,
તોય ખબર નઈ કેમ..? એમાં પડી જવાય છે.

ઈજ્જત બેંક નથી,
તોય ખબર નઈ કેમ..? લુંટાઈ જાય છે.

જીંદગી દીવો નથી,
તોય ખબર નઈ કેમ...? ઓલવાઈ જાય છે.

-અજ્ઞાત

Gujarati Questions by Preeti Patel : 111061887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now