આંખો તળાવ નથી,
તોય ખબર નઈ કેમ..? ભરાઈ જાય છે.

લાગણી મકાન નથી,
તોય ખબર નઈ કેમ..? બંધાઈ જાય છે.

ઈગો શરીર નથી,
તોય ખબર નઈ કેમ..? ઘવાઈ જાય છે.

દુશ્મની બીજ નથી,
તોય ખબર નઈ કેમ..? વવાઈ જાય છે.

શબ્દો પથ્થર નથી,
તોય ખબર નઈ કેમ..? લાગી જાય છે.

પૈસાને રૂપ નથી,
તોય ખબર નઈ કેમ..? અંજાઈ જવાય છે.

કુદરત પત્ની નથી,
તોય ખબર નઈ કેમ..? રીસાઈ જાય છે.

બુદ્ધિ લોખંડ નથી,
તોય ખબર નઈ કેમ..? કટાઈ જાય છે.

માણસ હવામાન નથી,
તોય ખબર નઈ કેમ..? બદલાઈ જાય છે.

હોઠ કપડા નથી,
તોય ખબર નઈ કેમ..? સિવાઈ જાય છે.

પ્રેમ એ ખાડો નથી,
તોય ખબર નઈ કેમ..? એમાં પડી જવાય છે.

ઈજ્જત બેંક નથી,
તોય ખબર નઈ કેમ..? લુંટાઈ જાય છે.

જીંદગી દીવો નથી,
તોય ખબર નઈ કેમ...? ઓલવાઈ જાય છે.

-અજ્ઞાત

Gujarati Questions by Preeti Patel : 111061887
Simran Jatin Patel 5 year ago

હા હો છે.... મોમ ના હાથનું કૈં ખાઈ લો.... ફૂલ ચાર્જ.....☺

Neel Patel 5 year ago

tamari jode chhe charger?..??

Preeti Patel 5 year ago

ha ha...tme aa nvu lavya ho...gare aavi ne charge krva muki deva nu... problem solve ho tamaro ??

Neel Patel 5 year ago

wah.. sarir betry nthi toy kem sanje low thai jai chhe..??

Preeti Patel 5 year ago

di...hmna jara kaam ma chu...be divs pachi hu fari thi join karis class ho....ne tme kem cho...hu maja ma j chu ??

Vasani Kalpesh 5 year ago

તમને થયો લાગે છે. એટલે શું દરેક ને થવો જોઈએ ?

Preeti Patel 5 year ago

aabhar badhay no....?

Simran Jatin Patel 5 year ago

બધા ને થવો જ જોઇએ એ જ જિંદગી ની સાચી શીખ છે.....

Vasani Kalpesh 5 year ago

તમને આવા કોઈ વ્યક્તિનો અનુભવ થયો લાગે છે.

Simran Jatin Patel 5 year ago

યા એક્ઝેટલી રાઈટ....... બસ શૉ ઓફ કરે k હું નથી જાણતો....

Vasani Kalpesh 5 year ago

જે વ્યક્તિને ખબર ના પડતી હોય તેને ઘણું બધું ખબર પડતી હોય છે.

Vasani Kalpesh 5 year ago

સાચી વાત છે સિમરન

Vasani Kalpesh 5 year ago

સાચી વાત છે પ્રીતિ

jagrut Patel pij 5 year ago

sim mari navi post jo haal j muki

Simran Jatin Patel 5 year ago

કંઈ ખબર ન હોય એનેય બધીય ખબર હોય.... કેમ છે પ્રીતિ મજામાં.... કલાસ માં આવતી નથી હમણાં...

Vasani Kalpesh 5 year ago

આ જ ગુજરાતી ભાષાના શબ્દોની વિશેષતા છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now