શોધું છું ભીતરમાં પરિવર્તનનો માણસ,
મળી જાય અચાનક પરાવર્તનનો માણસ,
મળે અર્વાચીન વેશે કિર્તનનો માણસ,
ઘડીમા હોય જે ગર્જનનો માણસ,
વર્તાય એક પણ હો નિખર્વનો માણસ,
શોધું છું ભીતરી કાલિય મર્દનનો માણસ,
અફવા છે કે ખોવાયો તર્જનનો માણસ,
આશ્વસ્ત છું હું મળશે અર્પણનો માણસ...