આંખોમાં હવે આંસું આવતા નથી
ને દિલને હવે આઘાત લાગતો નથી!
માણસોના મેળા ભરાય છે ઠેર ઠેર કિંતું
લાગણીનો મેળો ક્યાંય જોયો નથી !
બંધ નયનોથી જ હવે નિહાળી લઉં એમને
મુલાકાદ માટે હવે આજીજી કરતો નથી !
આપ ચાંદ છો,ચાંદની પણ આપ જ છો
એટલે જ સૂર્ય સમું હું પ્રજ્વળતો નથી!
આવી શકો તો દ્વાર ઉઘાડા જ રાખ્યા છે
દિલની ડેલીએ કદી હું તાળા લગાવતો નથી.
©અ.રે.