પથ્થર પૂજે
માનવ, વિશ્વાસ છે
પ્રભુ જીવંત.
* * *
ચૂકવે બિલ
કિંમત શ્વાસની રે,
ડોકટર " વિશ્વાસી "?
* * *
વિશ્વાસી નાવે
દાંપત્ય મહેકતું
સંબંધ ચોખ્ખો !
* * *
વિશ્વાસ શબ્દે
જિંદગી સટ્ટો રમે
દ્રશ્ય ઉધાર !
* * *
એલાર્મ મૂકી
ઊંઘે જીવ,વિશ્વાસ
છે જીવનનો !
* * *
પ્લાસ્ટિક ફૂલે,
વિશ્વાસ સુગંધની
પતંગિયાને..
* * *
વિશ્વાસઘાતે
ગોરંભાતું વાદળ,
છૂટે લાગણી!.
- તન્વી કે ટંડેલ.