મારી લાગણીઓનો મજાક બનાવી, ચીડવે છે...!
તોય હું કહું મારે જલ્સા છે..
જ્યાં મંઝિલ મળે, ત્યાં તો તરત પાછી વાળે છે...!
તોય હું કહું મારે જલ્સા છે..!
હસતો ચેહરા આપી, ગમ ના ઘુંટ પીવડાવે છે...!
તોય હું કહું મારે જલ્સા છે...!
બધાય મારા છીનવી, એ કેવો અદેખો થાય છે...!
તોય હું કહું મારે જલ્સા છે...!
મને પડતી જોઈ, જોને કેવો રાજી થાય છે...!
તોય હું કહું મારે જલ્સા છે..!
મને હેઠે મોકલી, એને "ઉપર" જલ્સા છે...!
તોય હું કહું મારે જલ્સા છે..!