Gujarati Quote in Hiku by Suresh Patel

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસથી પર થવાની વાત લખવી છે,
તાબક્કાવાર, આખી જાત લખવી છે,

દિવસ ક્યાં હોય છે મોહતાજ વરણનો ?
રહસ્યો ખોતરીને, રાત લખવી છે,

નથી લખવા મરણના એકપણ કિસ્સા,
ઊતર ચડ શ્વાસની, ખેરાત લખવી છે,

હલેસા,તટ, વમળ,સઢ,નાવ, જળ, નાવિક
વકલ દરિયાની, સાતે સાત લખવી છે,

લખાયો છે સતત ઈશ્વર, તવારીખમાં,
મનુષ્યો માત્રની, ઔકાત લખવી છે,

થયા છે લોક જેનાથી વિમુખ આજે,
અહીં એ લાગણી સાક્ષાત લખવી છે

પ્રથા તો છે બધું ભૂલી જવાની પણ
અમારે યાદ ની અમીરાત લખવી છે.


ડો. મહેશ.

Gujarati Hiku by Suresh Patel : 111058522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now