..........(ભાગ 2).....
રુદ્રાક્ષના પ્રકાર અને તેના લાભ...
ગૌરી-શંકર રુદ્રાક્ષ :-
કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે. તે પ્રેમ,આકર્ષણ,શાંતિ,સંવાદ તથા પતિ-પત્ની અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.
એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ :-
ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે.તે શિવ સમાન મનાય છે.તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર,પાપોથી મુક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે.અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે,જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે.
બે મુખી રુદ્રાક્ષ :-
આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમૃદ્ધિ વધારનાર અને પાપનાશક છે.એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે.તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ :-
અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર તથા તાવ જેવી બીમારીઓથી મુક્ત કરનાર મનાય છે.મંગળસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
ચાર મુખી રુદ્રાક્ષ :-
બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,અને મોક્ષ પ્રદાન કરનાર છે.પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
પંચમુખી રુદ્રાક્ષ :-
આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે.ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે.પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન,મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે.
છ મુખી રુદ્રાક્ષ :-
સન્મુખનાથ અથવા કાર્તિકેય સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ અપાવનાર મનાય છે.નીચા લોહીના દબાણમાં લાભકારી અને શુક્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
સાત મુખી રુદ્રાક્ષ :-
સૌથી વધારે અસરકારક હોય છે સાત મુખી રુદ્રાક્ષ.તેને ધારણ કરવાથી પ્રત્યેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને યશ તેમજ કીર્તિ પ્રાપ્ત થાય છે.સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આર્થિક સ્થિતીમાં મજબૂતી આવે છે અને મનને પણ શાંતિ પ્રાપ્ત થાય છે.આ રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે.નોકરી કરતાં જાતકો આ રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને સફળતા પ્રાપ્ત થાય છે.આ રુદ્રાક્ષ શનિ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.
ધારણ કરવાની વિધિ:-
કોઈપણ માસના અજવાળિયાની તેરસથી પૂનમ સુધીના દિવસોમાં સાત મુખી રુદ્રાક્ષ પર ગંગાજળ અને કેસર દૂધ મીક્ષ કરી છાંટવું.સાથે જ આ મંત્રનો જાપ કરવો, “ઓમ એં હીં શ્રી ક્લીં હૂં સૌ: જગત્પ્રસૂતયે નમ:”.ત્યારપછી ધૂપ-દીપ કરી તેની વિધિવત પૂજા કરવી અને પછી હાથ અથવા ગળામાં ધારણ કરવો.
આઠ મુખી રુદ્રાક્ષ :-
ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે.રાહુ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
નવ મુખી રુદ્રાક્ષ :-
ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે.અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.
દસ મુખી રુદ્રાક્ષ :-
જનાર્દન(વિષ્ણુ)સ્વરૂપ અને બુધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
અગિયાર મુખી રુદ્રાક્ષ :-
રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
બાર મુખી રુદ્રાક્ષ :-
આદિત્ય(સૂર્ય)સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓથી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ,હ્રદય,લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે.
તેર મુખી :-
કાર્તિકેય સ્વરુપ આ રુદ્રાક્ષને મંગળ સંબંધી તકલીફોથી રક્ષણ કરનાર મનાય છે.
ચૌદ મુખી :-
શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે.શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખુબ જ લાભદાયક છે.
આ છે મહાદેવના આંસુઓનો પ્રતાપ...
હર હર મહાદેવ.....હર