આ લાગણીના પ્રવાહ માં "હું"
આમજ તણાતો ગયો,
થયો પ્રેમમાં ઘાયલ કે દીવાનો
આમ બનતો ગયો..!!

આ સંબંધમાં ઉત્સુકતા મારી
એટલી વધી ગઈ કે,
તારામાં ઓતપ્રોત થઈ
દીવાનગી માં પડતો ગયો..!!

આવ્યા તારા પ્રેમમાં સ્નેહના
એવા મોટા મોજા કે,
તરતાં આવડતા છતાં
દીવાનો થઈ ડૂબતો ગયો..!!

તારા આ આલિંગનના
મોહમાં એવો પડ્યો કે,
મોત સામે આવ્યું ત્યારે પણ
લાગ્યું તને ભેટતો ગયો..!!

દિવાની "તું" હતી કે હતો "હું"
દીવાનો તારા આ પ્રેમનો !
અસ્તિત્વ મારું આપણા
સહઅસ્તિત્વમાં ઓગાળતો ગયો..!!

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Shayri by ધબકાર... : 111056060
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...

Vaishumesh Prajapati 8 year ago

Prem visheni saras kalpana je hakikat chh

ધબકાર... 8 year ago

@shefali...@vipul...@harita...@bhaveshbhai...@Ravina...@Dr....@komal...ખુબ ખુબ આભાર...જય શ્રી કૃષ્ણ...

Dr Sejal Desai 8 year ago

આભાર તમારો.....જય શ્રી કૃષ્ણ

Ravina 8 year ago

સરસ...

હરિ... 8 year ago

wahh...@bhai...jai shree krishnaaa.....

Shefali 8 year ago

વાહ...@ લાગણી ને ના હોય કોઈ had ke na jove e koi સરહદ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...આ દીવાનગી ની ના કોઈ હદ રહી, જાણે અનહદ પ્રેમ માં કોઈ સરહદ ના રહી...

ધબકાર... 8 year ago

@Dr...ખુબ ખુબ આભાર...તમે પણ ખુબ સરસ રચનાઓ રચો છો...

Shefali 8 year ago

વાહ...@ તારી લાગણીની ભીનાશમાં હું આમજ ભીંજાતી રહી, થઈ ઘાયલ કે તારી દીવાની આમજ બનતી ગઈ...

Dr Sejal Desai 8 year ago

વાહ... તમારી કવિતા નો અંત સરસ હોય છે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now