પડી સવાર..
ઊગતા સૂરજે આપી એની લાલિમા
શરત એટલી કે
રહેવાનું છે ખુશ, ના કોઈ દુઃખ ની કાલિમા !!
પડી સવાર..
કિરણો ની રોશની એ આપ્યો ઝળહળાટ
શરત એટલી કે
ઉઠ ને દોડવાનું છે અવિરત લાગલગાટ
પડી સવાર..
ઝાકળ ના ટીપાં એ આપી લાગણીની ભીનાશ
શરત એટલી કે
રહેવાનું છે જીવંત, ના કદી થવાનું છે નિરાશ
* ને મેં બધી શરતો માન્ય રાખી છે. તમે બધા એ ?