બસ હવે હુ એને છેલ્લી વાર ના પાડિને ત્યાથી જતો રહ્યો... હૂ શુ કામ કોઈ જોડે જબરદસ્તી રિલેશન રાખી શકુ... હુ ઘરે ગયો જતા જતા બધા જ અત્યાર સુધી ના દિવસૈ યાદ કરીને રડતો પણ હતો..
ઘરે જઈને બેડ પર બેઠો... મમ્મીએ જમવા માંટે બોલાવ્યો પણ ન જમ્યો... રાત્રે ભાઈના કેહવા મુજબ પાપા ને બહાર રોડ પર બોલાવ્યા અને બધુ જ કહી દિધુ... મિત્રો પાપા એ આટલુ બધુ કર્યું તો પણ શુ કિધુ ખબર છે!!! આટલુ બધુ એકલા એ કેમ સહન કર્યું અને અંતે તને મલ્યુ શુ??
બસ ત્યાર થી મે પાપા પાસે મેરેજ કરિ લિધા હતા એની માફી માંગી લીધી.. પણ હજી સુધી રિલેશન રાખ્યુ હતુ એની માફી નથી માગી અને માગુ પણ નઈ... કારણ કે કોઈ એક છોકરી ને દુનીયાની બધી જ ખુશી આપવાની કોશીશ કરવી એ ખોટુ કામ ન હતુ...
અત્યારે પણ કોઇ મિત્ર નો એની પાર્ટનર સાથે ઝઘડો થાય છે તો એને સમજાવવા માટે મને કહે છે.. એટલુ જ નહી પણ એ છોકરી જે મને છોડીને જતી રહી એની બહેન મને સગો ભાઈ માને છે... મિત્રો સંબધ માં વિશ્વાસ ન હોય તો એ કામનો નથી હોતો..
એની બહેન ને વિશ્વાસ હતો કે મારી બહેન આ છોકરા સાથે ખુશ રહેશે.. બીજા દિવસે મમ્મી ને મે એમ કિધુ કે મમ્મી હવે મે અંકિતાને છોડી દિધી છે... મમ્મી રડવા લાગી... એનુ એક કારણ કે એ છે કે હજી પણ મમ્મી એ છોકરીની ઈજ્જત કરે છે.. એ છોકરી માટે મારી ફેમીલી માં બધા જ પ્રાર્થના કરે છે કે એને યોગ્ય પાર્ટનર મળે..
મીત્રો મારી ફેમીલીમાં બધા ને મે એમ કહીને સમજાવ્યા છે કે એ છોકરી એ મને એમ કિધુ કે તમે તમારા મમ્મી પાપા થી અલગ થશો તો મને ખુશ નઈ રાખી શકો અને જાતે પણ નઈ રહી શકો... પ્રેમ તો દુર રહીને પણ થશે પણ એના માટે માં બાપ ને દુર ન કરાય... બસ આવુ બધુ મે કહ્યૂ છે... જો સાચુ કીધુ હોત તો ખબર નઈ શુ થાત..
મે એ છોકરીને છેલ્લા દિવસે એમ પણ કિધુ હતુ કે એક દિવસ એવો આવશે કે તારા પાસે બધુ જ હશે પણ સાચો પ્રેમ નઈ હોય અને તુ મારા પાસે આવશે પણ હૂ નઈ મળુ.. એ દિવસ પણ હવે આવશે... જલ્દિ થી આવશે...
પણ જાન બઉ જ મીસ કરુ છુ તને... પણ હવે તને પ્રેમ નઈ કરુ... એના માટે માફ કરી દેજે..
આગળનુ આવતી કાલે.... ???