હાલ હું નહિ ચડું જંગે, સામે તારી,
તું લાવ ને કોઈ લવાદી,
હાલ હું નહિ બોલું સામે તારી,
તું બોલને કઈ તર્કવાદી,
હાલ હું નહિ ઉભું સામે તારી,
તું બનને થોડો તકવાદી,
હાલ હું નહિ રુઠું સામે તારી,
તું કહે તો ખરા શબ્દ કોઈ નિર્વિવાદી,
હાલ હું નહિ કરું વિવાદ સામે તારી,
તું છોડ તો ખરો બનવાનું પ્રતિવાદી...