Gujarati Quote in Funny by Abhi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુછ ભિ... ??

આજે ઘણાં દિવસ થયા વ્હાલા આપણી વચ્ચે વાર્તાલાપો બંધ છે, તે અચાનક કેમ વાર્તાલાપ બંધ કરી.? કારણ શું છે.? એ પણ મને ખબર નથી.

મેં પ્રયત્નો તો ઘણાં કર્યો આ અણબનાવ નો અંત થાય તે માટે, તને મેસેજ કર્યા કોલ કર્યા પણ તારો કોઈ પ્રત્યુત્તર જ ના મળ્યો.

મેં છેવટે એવું પણ સ્વીકારી લીધું કે થય હશે મારા થી જ કોઈ @ગંભીર ભુલ, અને એટલે જ તે વાર્તાલાપ બંધ કરી હશે. કારણ કે મને મારી તો ખબર જ છે કે હું તો ભુલો કરવામાંથી ઉંચો જ નથી આવતો.

તને કદાચ એવું પણ લાગતું હશે કે આને એની ભુલ નું ભાન જ નથી બસ હજી પણ મોજ મસ્તી જ કર્યા કરે છે. પણ મિત્ર એ સત્ય નથી. સત્ય તો એ છે કે મેં એવું માની લીધું છે કે મારી કોઈ એક @ગંભીર ભુલ થી તું પહેલાથી જ દુઃખી છે. હવે તને મેસેજ કે કોલ કરી વધું દુઃખી નથી કરવા ઈચ્છતો.

મને એ પણ ખબર છે કે જો હું મોજેમાં નહીં હોવ તો તું પણ દુઃખી થશે જ વ્હાલા કારણ કે હું મારા મિત્ર ને સારી રીતે જાણું છું.

ફક્ત એક દ્રષ્ટિબિંદુ થી વિચારવું એ યોગ્ય નથી વ્હાલા. મારી દ્રષ્ટિએ પણ એકવાર વિચારી જો ને..

અણબનાવ તો બને છે ને બનતા રહે છે. ક્યારેક મારા જેવાં ને પોતાની ભુલ નું ભાન કરાવવાં મૌન પણ રહેવું પડે. પણ યાર કેટલું..?

અને ચલ હું સ્વીકાર કરુ છું કે હું અણસમજુ છું. પણ તું તો સમજુ છે ને તો તું જ પહેલ કરીને આ અણસમજુ ને પણ તારી જેમ સમજુ બનાવને.

Gujarati Funny by Abhi : 111055407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now