ત્યાર બાદ અમે રિલેશન તો ચાલુ રાખ્યુ પણ પહેલા જેવો લવ તો જતો જ રહ્યો હતો..
બસ હવે દરરોજ ઝઘડા થતા હતા... હવે એક દિવસ મને મારા એક મિત્ર એ એમ કહ્યુ કે એ કોઈ જોડે ગાર્ડન મા બેઠિ છે.. મને એમ લાગ્યુ કે એ જે છોકરાને પસંદ કરતી હતી એ છોકરા જોડે જ બેઠિ હશે..
મે એને કહ્યુ કે તુ ધ્યાન રાખજે... પછી થોડી વાર માં એ ત્યાથી નીકળી ગઇ.. આજ સુધી આ ઘટના બની ત્યાર પછી પણ મે કોઇ દિવસ એના પર શક કર્યો ન હતો પણ એ કરતી જ એવુ હતી કે હવેમને એના પર શક ગયો.. હવે એણે મારા પાસે ફેસબુક ની આઇ ડિ બનાવડાવી હતી.. મે હવે એ આઇ ડિ ખોલવાનો વિચાર કર્યો...
જેવી આઇ ડિ ખોલી એવો જ પાસવર્ડ ખોટો બતાવ્યો... હવે મને વધારે શંકા ગઈ કે નક્કી કઈ લોચો છે.. પછી મે જાતે પાસવર્ડ બદલીને એનુ આઇ ડિ ખોલ્યુ... મિત્રો આઇ ડિ ખોલીને મેસેજીસ જોયા ને મારા હોશ ઉડિ ગયા.. એ છોકરી ને પેલો છોકરો છોડિને જતો રહ્યો હતો તો એને હવે કોઇ બીજા સાથે રિલેશન ચાલુ કરી દિધુ હતુ..
મિત્રો મારા સાથે તો ખાલી ટાઈમ પાસ જ કરતી હતી ને... અને એ છોકરા સાથે પણ એ જ વસ્તુ થઈ રહી હશે.. પણ મને ખબર હતી કે એ છોકરો પણ એના સાથે ટાઈમ પાસ જ કરતૈ હતો.. કારણ કે એ જે છોકરા જોડે વાત કરતી હતી એને અમારા રિલેશન વિશે ખબર હતી..
મારા પાસે બધા જ સબુત આવી ગયા હતા.. મને ખબર હતી કે એ બધુ ડિલીટ કરતી જશે.. એટલે બધી જ વસ્તુ ના સ્ક્રીન શોટ લઈ લિધા હતા... હવે હુ બિમાર પણ પડી ગયો હ. બસ એક જ વિચાર આલતો હતો કે જેના માટે બધુ છોડ્યુ એને ટાઈમપાસ કરવા માટે મને છોડી દિધો..
એણે મને પહેલા છોડ્યો હોત તો દુ:ખ ન થાત આટલુ.. પણ રિલેશન એકદમ છેલ્લા સમય માં તોડી નાખ્યુ.. પણ એ હજી પણ માનવા તૈયાર જ ન હતી કે એ ખોટી છે... પછી બીજા દિવસે સવારે મે એને પુછ્યુ કે આખો દિવસ શુ પેલા છોકરા જોડે વાત કર્યા કરે છે...તો મને સામે શુ કહ્યુ ખબર.... એમ કહ્યુ કે એ બીચારાને ટાઈમ જ નથી મળતો તો એના સાથે વાત કરવાનો કોઈ સવખલ પેદા નઈ થતો..
પછી મે એને બધા સ્ક્રીન શોટ બતાવ્યા તો થોડા સમય માટે ચુપ થઈ ગઈ પણ તો પણ પછી એમ બોલી કે તમારુ હવે ચેકિંગ કરવાનુ ચાલુ થઇ ગયુ.. બસ હુ તે સમયે જ તુટી ગયો... એ છોકરી એમ ઇચ્છતી હતી કે હુ સામેથી એને ના કહી દઉ તો એનો વાંક ન નીકળે...
એણે મને એમ એક વાર પણ કઈ દિધુ હોત ને કે મારે હવે તમારા જોડે રિલેશન નથી રાખવુ તો હુ ચાલ્યો જાત... પણ ત્યાર પછી તો એને સરમ તો મુકી જ દિધી હતી...કોઈ દિવસ મારા પાસે સામેથી કઈ માંગતી ન હતી પણ. હવે બધી વસ્તુ ની મોઢા પર માંગણી કરતી થઈ ગઈ હતી.. એનો મને કઈ વાધો ન હતો.. પણ એનો આ બદલાવ મારા માટે બઉ જ મોટી સજા બની ગયો હતો..
આગળનુ આવતી કાલે.... ???