*સંકલ્પ*
જીવનના દરેક ડર થી "હું"
પર થઈ ચાલતો રહ્યો,
કદાચ એટલે જ હું
લોખંડી પુરુષ બનીને રહ્યો..!!
તુટેલા જન માનસના મનમાં
એમ જ છવાતો રહ્યો,
નવા પ્રાણ પુરી એમનામાં
સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!
અખંડ ભારતના એકીકરણ નું
સપનું સુહાનું જોતો રહ્યો,
એ સ્વપ્નને પૂર્ણતા આપવા
સતત કામ કરતો રહ્યો..!!
એક એક રિયાસત ને જોડીને
દેશને સમર્પિત કરતો રહ્યો,
એ સમર્પણમાં જ દેશ પ્રેમ નો
મારો સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!
હું સદાય આ મા ભોમ નો જ
દીકરો બનીને રહ્યો,
જીવનને ભારત માતા માટે
સમર્પિત કરતો રહ્યો..!!
આઝાદ ભારતમાં પણ
અન્યાય મને થતો રહ્યો,
છતાં હું દેશ માટે સતત
સંકલ્પ પુર્ણ કરતો રહ્યો..!!
અત્યારે કોઈના સંકલ્પ માટે
"હું" ઊંચો બનતો ગયો,
સ્ટેચ્યુ ઓફ યુનીટી ના નામે
આખા વિશ્વમાં દેખાતો રહ્યો..!!
મારા ધ્યેય ને તું સિદ્ધ કર,
અખંડતા ને જીવંત કર,
મારો સંકલ્પ પુર્ણ કર
એવી રાહ હું જોઈ રહ્યો..!!