વિદેશી અનુકરણે ગઈ વિસરાય સંસ્કૃતિ આપણી.
છીએ હિંદના સંતાનો ગઈ ભૂલાય પ્રકૃતિ આપણી.
ૠષિમુનિના સંતાનો તોય પાશ્ચાત્ય વર્તને વટલાયા,
ભૂલી વારસો આપણોને પરખાય આકૃતિ આપણી.
રીતરસમોને વ્યવહારે પરિવર્તન ગજબનું દેખાતું,
સત્ય વેગળા થઈને ઓળખાય એ વૃત્તિ આપણી.
ઇશ પણ જ્યાં અવતરવા ચહે એ દેશતણી ગરિમા,
સંસ્કૃતિના હનને ના જણાય ક્યાંય શ્રુતિ આપણી.
હજુ સમય છે પાછા વળી વિરાસત સાચવવાનો
સંભાળી નિજને લેવી રહી તેમાંથી નિવૃત્તિ આપણી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '