સંબંધો ની સરગમ
સાત સૂરો સમાન સંબંધો ની સરગમ...
દરેક નો સ્વભાવ છે અનન્ય,
કોઈ સ્વર તીવ્ર તો કોઈ છે મધ્યમ...
દરેક ના નામ છે અનોખા
કોઈ સ્વર નિષાદ તો કોઈ છે પંચમ...
કોઈ સ્વર વાદી કોઈ સંવાદી
મહત્વ દરેકનું , દરેક નો અહમ્....
દરેક સૂર એકબીજા થી ભિન્ન છતાંયે
રેલાવે મધુર સંગીત જો બનાવે સંગમ...
ડૉ.સેજલ દેસાઈ ?