જયારે કોઇ બિમાર પડે તો કોઇને કંઇ ગમતુ નથી ના કામ કરવાનું ગમે ના વાત કરવાનું ગમે ના એક જગ્યાએ સરખુ બેસવાનું ગમે કે ના કોઇ ચેન પડે...
આમ કેમ થતું હશે આપણને!
તમને નથી લાગતું કે બિમાર તમો પોતે જાતે જ પડ્યા છો! ને તે પણ તમે જ બિમારીને આવવાનું આમંત્રણ આપ્યુ હોય!
તો કોઇ કહેશે આ તે કેવો માણસ છે ભૈ...બિમારીને તો કોઇ આમંત્રણ હોય એતો થવા કાળ થવાની જ છે..
તમારી વાત સાચી છે કે બિમારીને આમંત્રણ ના હોય તે ગમે ત્યારે ને ગમે તેને થઈ શકે છે.
પરંતું જો તે અંગે જરા પણ સજાગ ના રહીએ તો તે જરુર આવવાની જ છે તો તેને માટે ખરેખર આપણે જ જાગ્રત રહેવું જોઈએ.
કોઇ જ સિઝન સારી હોતી નથી ને તે દરેક સિઝન કોઇને કોઇ બિમારી લાવે છે જરુર માટે આપણે જ કેરફુલ રહેવાની જરુર છે.
જેમ કે શિયાળો એ ઠંડીની સિઝન છે માટે તેમાં શરદી ઉધરસ થવાની શકયતા છે ઉનાળો એ ગરમ સિઝન છે તેમાં લૂ લાગવી ને તાવ આવવો તેમાં પણ એજ શકયતા રહેલી છે ને ચોમાસું એ વરસાદની સિઝન છે તેમાં પણ કોલેરા ચામડીની બિમારી અથવા મેલેરિયા જેવી ભયંકર બિમારી થવાના ચાન્સીસ રહેલા છે.
જેટલી સિઝનોની મજા છે તેટલી જ તેમાં બિમારીઓના ચાન્સ રહેલા છે.
માટે સાવચેતી રાખવી એટલી જ જરુરી છે.
હું કોઇ ડોકટર તો નથી પણ તેના જેવા કયારેક એવા પણ વિચારો મગજમાં આવી જતા હોયછે
આમ તો અમસ્તું જ લખ્યુ છે સારુ લાગે તો જરા ગ્રહણ કરશો..સો બિમારીની એક જ દવા બસ એક થોડીક આપની સાવચેતી.