શબ્દ શણગારવા અને શબ્દ ને ગુંથવામાં ઘણો ફેર છે,
જો માનો તો સોનારૂપી કિંમતી ને, ન માનો તો લાકડારૂપી વેર છે.
શબ્દ શણગારવા કલ્પના જરૂરી છે, ને શબ્દ ગૂંથવા અનુભવ,
શણગારેલું ગમે ત્યારે વિખરાઈ જાય છે, પણ ગુંથાયેલું ક્યારેય છૂટું નથી થતું.
એજ રીતે જીવન પણ પોતાના વિચારો થી ગુંથો, નહિ કે બીજાની ઈચ્છાના શણગાર થી.
શણગાર થોડાક સમય માટે સારો લાગે છે,પછી તો પોતાના રૂપમાં જ આવું પડે છે,
એના કરતાં પહેલેથી જ પોતાના જીવને પોતાના હૃદય અને મન ને ગમે એ રીતે ગુંથો,
પછી જોજો.....
ક્યારેય વિખરાશો નહિ.