*જિંદગી*

ક્યારેક મજાની તો ક્યારેક સજાની
લાગે છે...
જિંદગી, તોય મને તારી આ રીત અનજાની લાગે છે...!

ક્યારેક હાસ્ય તો ક્યારેક રુદન
આપે છે...
જિંદગી, તોય મારી દુઆ તું કબૂલ
રાખે છે...!

ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ
આપે છે...
જિંદગી, તોય મને તું જીવવા લાયક
લાગે છે...!

ક્યારેક વફા તો ક્યારેક બેવફા
લાગે છે...
જિંદગી, તોય મને તું ચાહવા લાયક
લાગે છે...!

ક્યારેક ફિક્કી તો ક્યારેક લઝીઝ
લાગે છે...
જિંદગી, તોય મને તું દિલથી અઝીઝ
લાગે છે...!

ક્યારેક રંગીન તો ક્યારેક બેરંગી
લાગે છે...
જિંદગી, તોય મને તું સંવેદનાથી છલકાતી લાગે છે...!

ક્યારેક નાસમજ તો ક્યારેક સમજદાર લાગે છે...
જિંદગી, તોય મને તું વ્યવહારુ
લાગે છે...!

ક્યારેક તડકો તો ક્યારેક શીળી છાયા
લાગે છે...
જિંદગી, તોય મને તારી મૌસમ ખુશનુમા લાગે છે...!

ક્યારેક કોયડો તો ક્યારેક ઉકેલ
લાગે છે...
જિંદગી, તોય મને તું ગણિત નો પ્રમય
લાગે છે...!

ક્યારેક ભ્રમ તો ક્યારેક હકીકત
લાગે છે...
જિંદગી, તોય મને તું હસિન સપનું
લાગે છે...!

ક્યારેક રહસ્યમય ક્યારેક માયામય
લાગે છે...
જિંદગી, તોય મને તું તેજોમય
લાગે છે...!

ક્યારેક કહાની તો ક્યારેક કવિતા
લાગે છે...
જિંદગી, તોય મને તું રચયતાની લાગણી લાગે છે...!

ક્યારેક તારામાં તો ક્યારેક મારામાં
લાગે છે...
જિંદગી, તોય મને તું વ્હાલી આપણામાં લાગે છે...!

Gujarati Shayri by Shefali : 111050484
Shefali 8 year ago

thnx @ Akshay

Shefali 8 year ago

વાહ aateka ખૂબ સરસ

aateka Valiulla 8 year ago

very nice શેફાલી ..તમે બઁધા ને પ્રોત્સાહિત કરો છો..લખવા માટે

aateka Valiulla 8 year ago

ક્યારેક જીવંત તો ક્યારેક મૃત્યુમય લાગે છે તોય મને તુ સંગીત લયમય લાગે છે..જીંદગી...ક્યારેક નાનકડું બાળક તૌ ક્યારેક અનુભવી વૃદ્ધ લાગે છે..તોય તુ મને જીતેલૂ યુદ્ધ લાગે છે..જીંદગી...

Bhamro 8 year ago

શેફાલી જી ચેલેંજ આપી છે. એસેપ્ટ કરસો ke નહીં ખબર નથી .???

Bhamro 8 year ago

વખાણ કરવા અઘરા છે શબ્દોના તમારા, સમજીને પણ માંગીએ સમજવા છે નશીબ સારા અમારા,

Shefali 8 year ago

વાહ રોહિત...ખૂબ સરસ

ધબકાર... 8 year ago

@shefali.... પાર લાગી શું કરશું...!! મને તો લાગે છે આ સમયમાં જ હાથોમાં રાખી હાથ એકબીજાના થઈને વરશું...

Shefali 8 year ago

@Rohit...લાગે છે આ અનંત તા માં જ અટવાઈ જિંદગી...ક્યારેક તો પાર લગાવશે આ જિંદગી...!!!

ધબકાર... 8 year ago

@shefali...આ ઘહેરાઈ માં જ છે જીવંત જિંદગી, જાણે છે આ અનંત જિંદગી...

Shefali 8 year ago

આભાર એસીપી

Shefali 8 year ago

આભાર @ સંદીપ અને વાહ @ વિપુલ

Shefali 8 year ago

આભાર હરી...હા માણવા લાયક છે આ જિંદગી

Shefali 8 year ago

આભાર અમિતા @ વાહ ...ક્યારેક તારી ઝુલ્ફો માં અટવાતી લાગે આ જીંદગી એટલે જ મને rumani લાગે આ જિંદગી

Shefali 8 year ago

આભાર પિયુ...બેસ્ટ ઓફ લક

Shefali 8 year ago

વાહ રોહિત @ માણો તો પ્યારી છે જિંદગી , જાણો તો ગેહરી છે જિંદગી

Shefali 8 year ago

વાહ નારણજી @ સાચી વાત

Bhavesh 8 year ago

vahhhh mast jindagi

Vipul 8 year ago

ક્યારેક એકદમ જાણીતી ને ક્યારેક અગોચર લાગે છે..જિંદગી,તોય મને તું સોહામણી લાગે છે.

Ssndeep 8 year ago

વાહહહહહ જીંદગી જીંદગી ....

હરિ... 8 year ago

wahh..di....kyarek sukh to kyarek dhukh aape...toy tu jiv va layak lage 6e..."jindgi..."

Amita Patel 8 year ago

ક્યારેક છલકાતી ને ક્યારેક ડૂબતી.. જીંદગી તો યે તું મને ઉમંગમય લાગે છે ! વાહ.. વાહ શેફાલી.. mast

Tiya 8 year ago

piyu di kal mate best of luck ...

p 8 year ago

vah khub saras ..pn aj no coment ho...

ધબકાર... 8 year ago

@shefali....આ અજાણતાં માં લાગણીઓ ભરી રાખે આ જિંદગી....એટલેજ માણવામાં પ્યારી લાગે આ જિંદગી...

Naranji Jadeja 8 year ago

જતનથી જીવો તો જીવન ઉમંગભેર કરો એનું પઠન

Shefali 8 year ago

@રોહિત...થોડી અજાણી છે એટલે જ રસપ્રદ છે આ જિંદગી... માણી લો તો રસપ્રદ છે આ જિંદગી

ધબકાર... 8 year ago

Shefali....જોરદાર....@ આ જ હસીન પળો માણી લેવા છે જાણે, જિંદગી, તને આમજ જાણી લેવી છે...

Shefali 8 year ago

thnx Tiya...laziz etle સ્વાદિષ્ટ અને Aziz etle Dil ni ek dum najik

Tiya 8 year ago

superb di ... pan lajij ne ajij khabar na padi ...

jagrut Patel pij 8 year ago

હા બસ એમ જ

Shefali 8 year ago

ha to hve nai kahu

jagrut Patel pij 8 year ago

ઉપનામ બધાને ના પણ ગમે

Shefali 8 year ago

Amara દ્વાર તો ખુલ્લા જ હોય છે...અમને તો ગમે મહેમાન આવે એ...કવિ રાજ તો ઉપનામ

jagrut Patel pij 8 year ago

જાગૃત નામ છે હો ....અને એવું હોય તો ના આવું

Shefali 8 year ago

આભાર...કવિરાજ ઘર ભૂલ્યા ?

jagrut Patel pij 8 year ago

વાહહ વાહહ વાહહ વાહહ

Shefali 8 year ago

આભાર રોહિત @ એ પ્રીતમાં જ જીવન ની સાચી રીત લાગે છે...જિંદગી એટલે જ hasin લાગે છે

Shefali 8 year ago

આભાર સખી...સુપ્રભાત

HINA DASA 8 year ago

વાહ જીગરી....સુપ્રભાત...

Shefali 8 year ago

વાહ @ કિંજલ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali....તું મારી જીવનની પ્રીત પ્યારી લાગે, જિંદગી, તો પણ મને પ્રાણ માં સમાતી લાગે...

Shefali 8 year ago

આભાર વિપુલભાઈ @ વાહ સરસ લખ્યું છે

Kinjal Dipesh Pandya 8 year ago

બસ..જિંદગી તું મને મારી લાગે છે..

Vipul 8 year ago

વાહ.....બહુ સરસ શેફાલી બહેન...મે તમારી માટે લખી છે વાંચી કે નહીં? લો અહીં જ લખી આપું. 'હું શોધતો હતો મારે લાયક અહીં શાયરી, અને મળી ગઈ મને આખી શાયરો ની અહીં ડાયરી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now