માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે તેના વિશે લોકો જાત જાતની વાતો કરતા હોય છે...અરે પેલો રામજીભાઈ સાલો એક નંબરનો ચોર છે, કોઈની વસ્તુ લીધા પછી ક્યારેય પાછી આપવાની ટેવ નથી!
ગમે તેના લગ્નનું જમવાનું આમંત્રણ વગર જમીને આવે! લોકોનું મફતનું ખાવાનું! કોઈ દિવસ કોઈની પાછળ ક્યારેય બે રૂપિયા કાઢે નહિ તેવો...
પણ જો તે માણસ મરી જાય ત્યારે લોકો મીઠું મીઠું બોલતા હોય ...
સ્મશાનમાં તેમજ બેસણામાં પણ એક બીજા સાથે વાતો કરે,
અરે રામજીભાઈ એક નંબરો ભગવાનનો માણસ, કોઈ દિવસ કોઈનું જલદી મફતનું ખાય નહિ, કોઈની પાસે પૈસો કઢાવવા ના દે! તે પોતેજ પોતાના ખિસસામાંથી પૈસો કાઢે તેવો,બહુ ભગવાનનો માણસ...
....આવો હોય છે આપણો સ્વભાવ.
આપણી જબાન એટલી જૂઠી હોય છે કે તે ગમે ત્યારે ખોટું ને ગમે ત્યારે જૂઠું બોલતા અચકાતી નથી!
માણસ જીવતો હોય તો આપણે તેના વિશે ગમે તેમ બોલતા હોઈએ છીએ
ને જ્યારે તે મરણ પામે ત્યારે તેના વિશે આપણે સારું સારું બોલીએ છીએ.
આપણે પણ એક કોચિડાની જેમ જ રંગો બદલતા હોય એ છીએ.
આપણા બધાનો સ્વભાવ આ પ્રમાણેનો હોય છે શું આવા સ્વભાવને આપણે બદલી ના શકીએ!!!!
માણસ જીવતો હોય તો તેની આપણે કોઈ કિંમત રાખતા નથી ને જ્યારે તે મરી જાય પછી આપણે તેને લાખોમાં આંકીએ છીએ...શા માટે આપણે આમ કરીએ છીએ...શા માટે!!!