આજે આપણા દેશમાં સીતેર ટકાની વસ્તી ભણેલ છે
ભારત દેશ આજે દુનિયાના તમામ દેશની તુલનામાં આગળ પડતું સ્થાન ધરાવે છે જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં લોકો ભારત દેશના શબ્દથી નિરાશ થતાં હતા
લોકો કહેતા કે ઇન્ડિયા ગરીબ દેશ છે,ઇન્ડિયા ગંદો દેશ છે.તેમજ ઇન્ડિયાના પાસપોર્ટ ની કિંમતપણ પહેલા બિલકુલ ના હતી ને આજ દુનિયાના દરેક દેશને કબૂલવું પડેછે કે રિયલી "ઇન્ડિયા ઇઝ ગ્રેટ"
આ બધું કોના કારણે...!
કદાચ નરેન્દ્ર મોદી ને કારણે.
જેને આપણે એક ફેકું કહીએ છીએ કે વિકાસ ગાંડો થયો છે..વગેરે વગેરે.
તો શું આપણે પણ આપણા જ ઘરમાં એક ફેકૂ નથી!
આપણા જ ઘરમાં આપણેજ આપણા સભ્યો ને પ્રોમિસ કરીને કઈ તેમની ઈચ્છાઓને પૂરી કરીએ છીએ!
આપણે પણ તેમણે વાયદાઓ જ કરીએ છીએ કે સોરી બેટા આજે મને સમય ના મલીઓ પણ કાલે જરૂર લાવીશ..બસ બાળક રોજ રોજ આમ સાંભળીને ભૂલી જાયછે.
પણ આપણું બાળક આપણને ક્યારેય એમ નથી કહેતું કે પપ્પા ફેકૂ છે.પરંતુ તે સમજે છે કે પપ્પાને પણ કોઈ એવી મજબૂરી હોય શકેછે.જેથી તે મને ગોળ ગોળ આમ ફેરવે છે.
વિકાસની જો વાત કરીએ તો વિકાસ આમ એક કે બે દિવસમાં થઈ જતો નથી પણ દરેક કામ એક સમય માગી લે છે.જે અમુક સમયે તે જરૂર પૂર્ણ થતું હોય છે
આંબો વાવીને તરત કેરી ખવાતી નથી પણ તેના માટે તેના સમય ની રાહ જોવી પડતી હોય છે.
હું કોઈ જ્યોતિષ તો નથી પણ એટલું જરૂર જાણી સમજી શકુછું કે દેશને આગળ લાવવો હોય કે દેશનો વિકાસ કરવો હોય તો મોદી જેવા માણસ તમને ફરી આ દેશમાં નહિ દેખાય કે નહિ મળે.
માણસ માત્ર ભૂલને પાત્ર
એ કહેવત ખોટી તો નથી જ
આપણાથી પણ ઘણી ભૂલો થતી હોય છે.. ચાહે ઘરમાં તો ક્યારેક બહાર પણ તો શું આપણી ભૂલોનો વાંક કોને માથે નાખીશું!
માણસ કોઈ ભગવાન તો નથી કે બોલેલું બધું જ તે કરી શકેછે! ક્યારેક તેને પણ બોલેલું પોતાના જ મોઢામાં ગળી જવું પડે છે.
તમને પણ આવો અનુભવ એક વાર અથવા વધુ વાર જરૂર થયો હશે.
આપણે પણ આપણું પોતાનું જ ઘર ચલાવીએ છીએ
તે ઘર ચલાવવામાં આપણને શું તકલીફો આવેછે તે આપણે સારી રીતે સમજીએ છીએ તો પછી પણ આપણે સામે વાળા ની ઉપર આંગળીઓ કરતા રહીશું!
કે તું એક ફેકુ છે...
કે તું વિકાસ કરતો નથી..
આ બધું બોલવું એકદમ સહેલું છે પણ પૂછો તેને કે જેના માથે એક પોતાના ઘરની જવાદારીઓ આવીને પડીછે...કેવા હાલ તેના થાય છે! એ જવાબદારીઓ પૂરી કરવા માટે!
ઊંઘ લેવીછે જરા પણ ઊંઘ લઈ શકાતી નથી,જમવું છે જરા પણ જમી શકાતું નથી મળવું છે પોતાના સગાઓને પણ મળી શકાતું નથી
આવા હાલ છે આપણા તેમજ આપણા વડાપ્રધાનને...
મારો વોટ ભાજપને..
મારો વોટ નરેન્દ્ર મોદીને..