@ પ્રવાસ પહેલા...
આજે સવારમાં સાલી જબ્બર કોમેડી થઈ જે જીવનનો ઉચ્ચ બોધપાઠ શીખવતી ગઈ...
વાત જાણે એમ બની કે...
આવતી કાલે પંદર દિવસ માટે ઉત્તર ભારતના પ્રવાસમાં જવાનું હોવાથી થયું કે આજ બધું પેકીંગ કરી લઉં. દાઢી પણ કરી લઉં એટલે શું છે કે ત્યાં લાગે કે ફરવા ગયા છીયે. નહિતર વધેલી દાઢીએ અયોધ્યા પહોંચીએ અને ન કરે નારાયણને કોઈ "કાર સેવક" સમજી લે તો વળી પાછી ઉપાધિ થઈ જાય. એટલે આવું વિચારી ઇલેક્ટ્રિક મશીનથી દાઢી કરવા બેઠો...
...પણ સાલું નસીબ આકરા કે જમણી બાજુનો ગાલ સફાચટ થયો અને લાઈટ ગઈ. મનમાં થયું કોઈ વાંધો નઈ ગુજરાતમાં "જ્યોતિ ગ્રામ યોજના" છે તો હાલ આવી જશે... પણ પોણો કલાકની પ્રતીક્ષા છતાં લાઈટ ન આવી તે નજ આવી... હવે અડધી દાઢીએ બહાર પણ કેમ નીકળવું ???
અને તરત મનમાં થયું કે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવનું જીવન સરળતો બનાવે છે પણ એનો બઉ ભરોસો કર્યા જેવું નથી. એ ક્યારે દગો દઈ જાય એ નક્કી નઈ...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'