તમે ના છોડ્યું ગગન તમારું
અમે ના અમારી ધરતી
તમે ન જાણી વાત અમારી
અમે તમારું મન
આ નજર નજર ની વચ્ચે ઊગ્યા અઘોર એવા વન
રહી રહી ને રહી છેવટે વાતો ડાબી જમણી
દાજ્યા ઉપર દામ બળતરા સ્મરણ સ્મરણ માં બમણી
સજન ભાવ ની ભૂલ ભુલામણી
અને શું જીવન માં કરવાનું હતું
ના ધરા સુધી ના ગગન સુધી
ના ઉન્નતી કે ના પતન સુધી
આપડે તો જાઉં હતું એક બીજા ના મન સુધી