જીવન એક સંઘર્ષ છે ને આ સંઘર્ષમાં પતિ ને પત્નીએ એક વફાદાર પૂર્વક પ્રેમભાવથી જીવનના એક પોતાના અંત સુધી એક બીજાની મદદ તેમજ સાથ ને સહકાર આપવો જોઇએ.
સાઈકલ કદી એક પૈડાં સાથે ચાલી શકતી નથી તેમ આપણું જીવન પણ એક બીજાના સાથ ને સહકાર વગર પૂર્ણ થતું નથી.
પણ હા તમે એટલો બધો પણ એકબીજાને પ્રેમ ના કરો કારણ કે બે માંથી કોઈ એક અણધારી આ દુનિયામાંથી વિદાય કાયમ માટે લેશે ત્યારે તેનાં આવતા એ શમણાં ક્યારેય આપણા મગજમાંથી નીકળશે નહિ.
બસ એજ આપણો બાકી સમય કાઢવો આપના માટે ઘણો કષ્ટ દાયક હોયછે.
આખા જીવનમાં સાથે રહીને આટલા વરસો કાઢ્યાં હોય એ કેમેય કરીને જલદી ભૂલતા નથી.
આ માટે તમારે પહેલેથીજ હિંમત રાખવી પડશે. આવી દુખદ તેની વિદાય ના દિવસો પસાર કરવા ઘણા અઘરા થઈ પડેછે.
કાસ આમ બંનનું જીવન એક સાથે સમાપ્ત થતું હોત તો ....
પણ એ સંભવ નથી..પણ જવાનું છે એ નક્કી પણ બસ ફક્ત વાર ફરતી જ .
હાથ પકડશો એકબીજાનો પણ એક દિન છૂટવાનો છે એ જરૂર માટે એની પક્કડ એટલી મજબૂત પણ ના રાખશો કે જેથી કરીને તેનો અફસોસ તમને કાયમ માટે ભૂલી પણ ના શકાય.
જીવન રૂપી એક સાથે ખેલ કરવા આવ્યા હતા ને એ ખેલ પૂરો અથવા અધુરો મૂકીને ચાલીયા જવાનું છે.