Gujarati Quote in Whatsapp-Status by Shefali

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું રિયાલિટી છોડી,
ફોર્મલિટી માં જીવનારો
માણસ છું...

હું લાગણી ની દુનિયા છોડી,
આંકડાની માયાજાળ માં રાચનાર
માણસ છું...

હું સંબંધમાં સ્વાર્થ શોધનાર,
અને સ્વાર્થમાં જ સંબંધ શોધનાર
માણસ છું...

હું બધા કામ છોડી,
મોબાઈલમાં જ વ્યસ્ત
માણસ છું...

હું સાચા સગપણ ભુલી,
ઓનલાઇન સંબંધ માં જીવનાર
માણસ છું...

હું ખુલ્લા મેદાન વીસરી,
ઓનલાઇન ગેમ રમનાર
માણસ છું...

હું દયા ધર્મ છોડી,
મોજશોખમાં જ ખુશી શોધતો
માણસ છું...

હું સાદગીમાં જ સાર્થકતા છોડી,
વૈભવશાળી જીવનમાં સાર્થકતા શોધતો
માણસ છું...

હું ધંધામાં ભગવાન નો ભાગ છોડી,
ભગવાન ને જ ધંધો બનાવતો
માણસ છું...

હા, હું અગણિત બહાના નો
માણસ છું...!!!

Gujarati Whatsapp-Status by Shefali : 111047702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now