માણવી છે જીન્દગી , ને મૂંઝાય છે પળો,
રોજબરોજ ની આફત,ચોંટી છે જાણે જળો,
તાણ્યે જા આ જીન્દગી, આ કળિયુગ છે ઓ માનવી !
કારમી આ મોંઘવારી માં રોજ રોજ ભીંસાય,
ઘંટી માં ના ઘઉં ની જેમ ઝીણું ઝીણું પીસાય ,
ખેંચ્યે જા આ જીન્દગી, આ કળિયુગ છે ઓ માનવી !
બેઈમાની ની બોલબાલા, ઈમાનદારી ઠેબે ચડે,
ચાપલૂસી મરકે મીઠું, ખુદ્દારી બેકાર થઈ રડે,
જીવ્યે જા આ જીન્દગી, આ કળિયુગ છે ઓ માનવી !