નશો
ગામમાં મળતો નથી,
નામમાં મળતો નથી.
પ્રેમ જેવો તો નશો,
જામમાં મળતો નથી.
ક્યાંય વ્હાલનો દરિયો,
દામમાં મળતો નથી.
ખીલતી ઉષાનો રંગ,
સાંજમાં મળતો નથી.
કૃષ્ણ જેવો સારથી,
રામમાં મળતો નથી.
જો શ્રદ્ધા ના હોય તો,
ધામમાં મળતો નથી.
ચોઘડિયાનો હિસાબ,
યામમાં મળતો નથી.
દર્શિતા બાબુભાઈ શાહ