હા સ્પર્શે તારા હું ખીલી છું,
આત્માને સ્પર્શ થયો ને હું ઉડી છું,
જિસ્માની નહિ આ રુહાની સ્પર્શ,
કર્યો એવો કે હું ઝણઝણી છું,
નથી કોઈ કિનારો, ના કોઈ તળિયું,
સમંદર વહાવ્યો એવો કે હું ડૂબી છું,
સરહદ ના કોઈ, ના કોઈ સીમા,
તોડી બંધન બધા હું વહી છું,
હા, રુહાની ઇશ્ક ઓઢયો છે એવો,
આગ મા ન ક્યારેય બળી છું,
સમય ઓળંગી ન શકે જેને,
એવા પ્રેમ ને તારા હું વરી છું. ...