હરખ ની હેલી થઇ જોશે આજ વાટડી,
બેની વીરાને વ્હાલ કરી જમાડશે ભાખરી.
વર્ષો ની તરસી બેના ભાઈઓ ના પ્રેમની,
આજ દિન કરશે પૂરી હૈયા ભેર વાતડી.
નાના નાનપણ માં ખુબ ધીંગા મસ્તી કર્યા,
ફરી યાદો તાજા કરી લેશે એ મનમોજ ની.
જયારે કરી વિદાય બહેના હૈયું ભરાયું તું,
આજ ભરી બાહે લાગણી દેશે હવે ઠાલવી.
આવ્યા તહેવાર ઘણા ભાઈ બીજ તો ખાસ,
આજ મળે બે હૈયા હૈયે લોહી'હો કે લાગણી.
#ભાઈ_બીજ_ની_શુભકામનાઓ .
એક કોખે ના જન્મ્યા હોય એવા ભાઈ બહેન ને છેલ્લો શેર સમર્પિત.?