સદવિચારોમાં હશે હરિ સૃષ્ટિ તારી.
એમાં જ હરિવર રહેતી પુષ્ટિ તારી.
પ્રત્યેકમાં પરમેશ્વરને જે પરખનારા,
કૃપાળુ એમાં જ હશે પ્રેમદ્રષ્ટિ તારી.
જે વાવે ઉછેરેને રક્ષે તરુવરને સદા,
લાગતી હશે પરમેશ સમષ્ટિ તારી.
જે ઠારે જઠરાગ્નિને બુભુક્ષિતોના ,
કરતો હશે તું ત્યાં અમીવૃષ્ટિ તારી.
તારાંનો તારણહાર હરિવર તું સદા,
લોપે મર્યાદા તારી એમાં મુષ્ટિ તારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.