યાદ કરો નાના હતા ત્યારે તમે આ તહેવારો કઈ રીતે ઉજવતા તા... શુ એવા જ અત્યારે પણ ઉજવો છો? નહિ ને! ક્યાં ગઈ એ નિખાલસતા? કયા ગઈ એ માસૂમિયત? ક્યાં ગઈ એ ખુશીઓ? કદાચ મોટી મોટી વસ્તુઓ એ નાની નાની ખુશી ઓ નથી આપતી.. હજારો કમાઇ ને પણ એ ખુશી નથી મળતી જે એ દશ ની કડકડતી નોટ મળે ત્યારે મળતી.. આ બ્રાન્ડેડ કપડાં પણ એટલા ખુશ નથી કરી શકતા જેટલી ખુશી mummy ના હાથે સીવેલા કપડાં આપતા..દિવાળી ની રાહ જોવાતી.. તૈયારી ઓ થતી.. કદાચ અત્યાર કરતા બજેટ ઓછું હતું પણ ખુશી ઓ કેટલાય ગણી વધારે હતી.. ફટાકડા ની કિંમત કરતા થેલી ભરેલા ફટાકડા ખુશ કરી દેતા તા..સમય સાથે મોટા થવું તો સંસાર નો નિયમ છે પણ નિખાલસતા જાળવી રાખવી એ આપણા સ્વભાવ માં હોવું જોઈએ... ચલો આ દિવાળી માં ખુશી ઓ ને મહત્વ આપીએ.. સ્વજનો ના દિલ માં લાગણી નો દીવો પ્રગટાવ્યે.. સુંદર રંગો થી મન નું આગણું સજાવીએ... જુના દિવસો ને ફરી માણીએ...