કૈક ઈચ્છાઓ અધૂરી હોય છે ,
જિંદગી તોય મધૂરી હોય છે ...
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી ,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે ..
લીમડાના પાન મેં પણ ચાખ્યા છે ,
માણસના બોલ કરતાં મીઠા લાગ્યા છે ...
જિંદગી રોજ મને શીખવે છે જીવતા શીખ ,
એક સાંધતા તેર તૂટશે ,પણ સીવતા શીખ ...