હું રોજ રોજ વરસી ને, બંધાઉ છું
કદિક,કાજળ તો કદિક વાદળ બની જાઉં છું
તું શોધ માં,આસ- પાસ મારા અસ્તિત્વ ને
હું ક્યાં જીવંત છું ?, લે,ક્ષણે ક્ષણે મરાઉ છું
એક છાંટો સ્પરશ્યો ને ઓલવાયો તું !
કે, અહીં જો, હું સૂરજ ને મળવા જાઉં છું
શેખચીલ્લી વાત નથી, એ સત્ય છે
હું રોજ ખુદાઈ ખંખેરી ને સાફ થાઉં છું
આજ તો કહી પણ દીધું, કાળ, મળતો નૈં
હું તને મળી જઇ, ખાલી-ખોટો અભળાવ છું
તો એ કહે છે, એક વાર વધુ નાહી લે
લે, તારે કાજે હું આજ વાદળ થાઉં છું
હું રોજ -રોજ વરસી જઇ ને બંધાવ છું
લે,આંખ મીંચી લે, હું વીજે અથડાવ છું