અકાળે પહોંચાયું છે જ્યાં પહોંચવું હતું ત્યાં,
રસ્તો ઘણો મુશ્કેલ છે અને મંઝિલ ઘણી દૂર,
પાછું કેમ વળવું જ્યારે બન્યો છું વટેમાર્ગુ,
હવે તો રસ્તો જ મારો સાથી છે,સંગાથી છે,
ખુલ્લા પગ છે અને કંકર છે ઝાઝા,
ચાલવું તો પડશે જ કારણ કે મંઝિલ ઘણી દૂર છે,
હિંમત ન હાર ભેરુ કંકરો પણ ફૂલ બનશે જ્યારે મંઝિલ તારી સમીપ હશે.
કાચો છે રસ્તો અને છે વણાંકો ઝાઝા,
પામવા માટે ઝઝૂમવું તો પડશે જ કારણ કે મંઝિલ ઘણી દૂર છે,
ઉભો છું રસ્તા વચ્ચે મઝધાર માં, આ પાર પણ કાંઈક છે અને પેલે પાર પણ કંઇક છે,
શું છોડવું અને શું પામવું,પડ્યો છું એવી દ્વિધામાં,
કારણ કે રસ્તો ઘણો મુશ્કેલ છે અને મંઝિલ ઘણી દૂર છે.