The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમ ને આમ દિવસો ગયા ને રાત, સાંજ પણ પડતી ગઇ... શોખ મરતા ગયા એક એક કરીને, જવાબદારી વધતી ગઇ... સપનાઓ રૂંધાયા અને મુલાયમ, હાથ ની રેખાઓ બળતી ગઇ... પૈસા ને પરિસ્થિતિના ખેલ માં, સાલી જીંદગી ઢળતી ગઇ... સારા કે સાચા હોવાની સજાઓ, હર ઘડી ધડી મળતી ગઇ... આ ન કરો, પેલું ન કરતાં, તેવી બરાબર સુચના મળતી ગઇ... રહેવું હતુ નાનું અમારે પણ, ઉંમર હતી કે વધતી ગઇ... આમ ને આમ દિવસો ગયા ને રાત, સાંજ પણ પડતી ગઇ...
આજ મને તું ખીલવા દે, ખૂબ ઘા ઝીલ્યા મોસમ ના ત્યારે આવ્યો છે આ નિખાર, અંતરનો ઉમળકો આજ મને તું વેરવા દે, આવે છે સમય દરેક નો એવો સંદેશ માનવ મન ને દેવા દે આજ મને તું ખીલવા દે, નથી રાખવા પર્ણો મારે હવે મારા પર, માત્ર ફૂલો જ ફૂલો ઉગાડવા દે, કુદરતનો ખોળો આજ મને તું ભરવા દે, આજ મને તું ખીલવા દે, સુંદરતા મારી સોળે કળાએ ખીલવી,માનવ મન ને મારા રંગો થી ભરવા દે, ના કોઈને પૂછ્યું ,ના કોઈએ કહ્યું,મારી મરજીથી ખીલ્યો છું માટે આજ મને તું ખીલવા દે...
ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ. ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ. દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં. તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ. સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે? પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ. કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ. ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો ‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.
લે મારી જાત ઓઢાડું તને સાહેબા, શી રીતે સંતાડુ તને ? કાઈ પણ બોલ્યા વગર, જોયા કરું મૌનની મસ્તીથી રંજાડું તને હુબહુ તારી જ લખવી છે ગઝલ તક મળે તો સામે બેસાડું તને કો'ક દી એકાંતમાં ખપ લાગશે લાવ મારી યાદ વળગાડું તને ઘર સુધી આવવાની જીદ ના કર ઘર નથી, નહીંતર ના પાડું તને ? તું ખલીલ આકાશને તાકયા ન કર ચાલ છત પર ચંદ્ર દેખાડું તને #ખલીલ ધનતેજવી
કોઈ ને પ્રેમ થી આપો તે *(ભેટ)* આજે પૈસા ની એક ગઝલ થઇ જાય અહી *હા સાહેબ હું પૈસો છું* આપ મને મૃત્યું પછી ઉપર નહી લઈ શકો ..પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું *હા સાહેબ હું પૈસો છું* મને પસંદ કરો એટલે સુધી કે લોકો તમને નાપસંદ કરી જ ન શકે . *હા સાહેબ હું પૈસો છું* હું ભગવાન નથી પણ લોકો મને ભગવાન થી ઓછો નથી માનતાં.. *હા સાહેબ હું પૈસો છું* હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે પણ જરૂરીઆતો કરતાં વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું *હા સાહેબ હું પૈસો છું* ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં *હા સાહેબ હું પૈસો છું* હું કઈ જ નથી છતાં હું નક્કિ કરૂ છું કે લોકો તમારી કેટલી ઈજ્જત કરશે *હા સાહેબ હું પૈસો છું* હુ તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે. *હા સાહેબ હું પૈસો છું* હુ નવાં નવાં સંબંધો બનાવું છું..પણ સાચા અને જુનાં બગાડુ છું *હા સાહેબ હું પૈસો છું* હુ જ બધા કજિયા નું મૂળ છું તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???
*‘બે જણને જોઈએ કેટલું?’* દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. એક છાપું,એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી, બઉ થ્યું. ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય. ‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી. સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે. જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે ને ફક્ત દાળ હોય તોય ભયોભયો! ખીચડી એટલે બત્રીસ પકવાન ને છાશ હોય પછી જોઈએ શું! ‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા, ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક. ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને પાચ કિલો ચોખા નાખ-નાખ થાય! ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ! નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમ આઠ-દસ વાસણો માંડ વપરાય તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘસાય. વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે! કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાઈ...? પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા. ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય. એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે. ‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય. તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય. પછી પાછી ઈ જ રટણ પડઘાય, ‘બે જણને જોઈએ કેટલું?’ દિકરીને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. ??? આજનુ સનાતન સત્ય. ...
. ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !! ⬇ મારા મિત્રોને સમર્પિત
*फासले इस कदर हैं* *आजकल रिश्तों में*, *जैसे कोई घर खरीदा हो* *किश्तों में*
मैंने ज़िन्दगी भर चोट खाई है, क्यूं कि हर रिश्ते मे खोट पाई है ...॥
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser