દીપ...!
ઘનઘોર અંધારું
ઉભું રહ્યું ઓરડામાં
અભિમાનથી
ફુલાતું રહ્યું,
નાનકડા કોડીયામાં
નાનકડો પ્રજ્વલિત
દિપ! કંઈ બોલ્યો નહીં
બસ, જરા જળહળ્યો,
ને
અભિમાની અંધારાને
ભાગી જવું પડયું
જરી મુંછ માં મલકી
દીપ, ને વદ્યું અંધારાને
શું વિસાત તારી
બરોબરી કરે મારી?
આવ્યું ત્યારે એક
ઠંડુ પવનનું મોજુ
ઘણી સંભાળી
દીપે પોતાની
જ્યોતને, ધીરે ધીરે
પવનનું મોજું પણ
કદાચ થાકી ગયું
ના ટકી શક્યું.
દીપજ્યોતના
તેજ અભિમાની થયાં!
પણ,
ધીરે ધીરે જ્યોત
ધીમી થઈ અને પછી
ફફડી પણ ખરી
ખુટી ગયું જ્યાં
દિવેલ... તો
આખરે ઓલવાઈ ...
સમજાવી ગઈ એક વાત
અભિમાન કંઈ વાતનું યાર!
બધું કાયમી નહીં તકલાદી જ છે જયાં...
આ ખોળીયું પણ એક દિવસ તો રાખ થવાનું
જ્યારે શ્વાસો ખુટી જવાના
દીપના દિવેલની જેમ!!??