સંસારનો સઘળો વ્યવહાર ખોરવે છે ગરીબી.
મહત્ત્વ પૈસાનું હરકોઈને સમજાવે છે ગરીબી.
ન કેવળ મન કિન્તુ આત્મા કોચવાય છે વેઠતાં,
હાસ્ય કરી અદ્રશ્યને અશ્રુધાર લાવે છે ગરીબી.
નથી વિષય વર્ણનનો અનુભવે સમજાય સહુને,
પૂછો નરસિંહને કેવાં કેવાં સંકટ નોતરે છે ગરીબી.
એ તો હતી સહાય શામળિયાની કે લાજ રહી,
બાકી કહેવાતાં સગાંઓને પરખાવે છે ગરીબી.
નથી દારિદ્રય સમ દુઃખ માનસ જ્યાં સાખ પૂરે,
દશા સુદામાની કેવી તાગીને બગાડે છે ગરીબી.
અન્ન, વસ્ત્રને આવાસ જરુરિયાત ઇશ પૂરજે,
નૃપસમ વ્યક્તિને ઓશિયાળા બનાવે છે ગરીબી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.