#શત પ્રયાસો બાદ...
શત પ્રયાસો બાદ અમને પણ મળ્યા છે સોલણાં
એ સફળતા છે અમારી સાચવ્યા છે સોલણાં !
આ આંખો વચ્ચેની ગમતી રમત છે પ્રણય,
સાવ અંગત રમત તો પણ ભળ્યા છે સોલણા !
ભાગ્ય પણ આવે નહીં સંગાથ મારા ભાગ્યને,
આમ તો આ હસ્તરેખામાં પડ્યાં છે સોલણાં !
પ્રીતના ભંડારને ખોલી ગઇ અનુભૂતિ પણ,
જે પરિચયમાં નથી એવા ભર્યા છે સોલણાં !
રોજ શીતળ યાદમાં ન્હાતા રહે છે રાત'દિ
ખૂબ ભીંજાયા પછી સુંદર થયા છે સોલણાં !
મોગરા ગુલાબના જ્યાં બાગ છે એ દેશમાં,
કોઇ શુલને ફરીથી સાંભર્યા છે સોલણાં !
સાંભળી એની કથા તો નીલવર્ણી થૈ ગઇ,
મોરના ગહેકવામાં જ્યારે ભળ્યા છે સોલણાં !
આ "સોલણાં" એટલે શું..??