પ્રતીક્ષા
હતી આંખને એમની બસ પ્રતીક્ષા ,
અને આ જ દર્પણ બની એ જ ઉભા .
તરંગો રમે છે સંતાકૂકડી ને ,
શરદ નો ચંદ્ર શરણ બની એ જ ઉભા .
સમાવી અંતરમાં દર્દની લહેરો ,
નયન ભીતર ઝરણ બની એ જ ઉભા .
હરણ ઝાંઝવા જોઇ દોડયા કરે ,
હ્રદયમાં હજી રણ બની એ જ ઉભા .
હજારો અશ્રુઓ વહાવી લઉં ને ,
તમારું જ સ્મરણ બની એ જ ઉભા .
મુલાકાતમાં પ્રેમની અંધરાતે ,
ખુશીનું કારણ બની એ જ ઉભા .