હવે આ પ્રેમ પ્રકરણ સારી રીતે ચાલવા લાગ્યુ હતુ...
દરરોજ હુ કોલેજ થી છુટી ને એને મળવા માટે જતો... એ એની કોલેજ થી છુટીને સુરત સ્ટેશન આવતી... પછી બન્ને ગાડૅન માં જતા અને ત્યા અડધો કલાક બેસીને પોતાના ઘરે જતા રહેતા... જવાનુ મન તો એકને પણ નતુ થતુ પણ જવુ તો પડે જ ને...
ઘરે પોહચતા સુધી અમારી વાત ફોન પર ચાલતી જ રહેતી...
ઘણી વાર ઝઘડાઓ પણ થતા પણ એકબીજા વગર ચાલતુ જ ન હતું એટલે એકબીજા ને મનાવી લેતા...
.
એક દિવસ (31/12/2014) સવારે 10 વાગ્યે એનો ફોન આવ્યો અને ફોન પર એ રડવા લાગી અને મને તાત્કાલીક સ્ટેશન પર બોલાવ્યો... હુ ઘરે હતો અને ઘરે એવુ કીધુ હતુ કે મારે આજે રજા છે... પણ મારા મીત્રને ફોન કરીને બોલાવ્યો અને અમે સ્ટેશન ગયા.
જેવો હુ એના પાસે જઇને બેઠો કે તરત જ એ મને બાઝી પડી અને બો જ રડી..
મે એને શુ થયુ એમ પુછ્યુ તો એણે સીધુ જ મને એમ કઇ દિધુ કે આજથી મારુ બધુ જ તમે....
આ સાંભળીને મને ચીંતા થવા લાગી. કારણ કે હુ એના સાથે લગ્ન તો ન જ કરી શકતે..
પછી મે એને કારણ પુછ્યુ તો એને મને રડતા રડતા એમ કીધું કે મારા માતા પિતા આ દુનિયામાં છે જ નઇ.. મને એક સાઇડ રડુ આવ્યુ આ સાંળીને અને બીજી બાજુ ગુસ્સે પણ થયો એના પર.
મને એમ લાગ્યુ હતુ કે એણેમારાથી આટલી મોટી વાત છુપાવી જ કેમ.??
પણ નવાઇ એ લાગી કે એ વસ્તુ એ પોતે પણ જાણતી ન હતી...
એ જેના સાથે રહેતી હતી એ એના પિતા ના નાના ભાઈ હતાં.. એ ઘણી નની હતી ત્યારે એના માતા પિતાનુ અકસ્માત માં મૃત્યુ થયુ હતુ... પણ આ વાતની જાણ કોઇએ પણ એને થવા દિધી ન હતી...
ઘણી વાર એ મને કહેતી કે મમ્મી મારી સાથે સારી રીતે નથી રહેતાં. પણ એનુ કારણ આ હતુ.. અને એમ પણ ઘણી ઓછી સ્ત્રી એવી હોય છે કે જે બીજાનાં સંતાન ને સારી રીતે રાખે...
એણે મારા પાસે પપ્રોમીસ માંગ્યુ કે કોઇ દિવસ હૂં એને છોડુ નઇ... અને મે પણ એને દિલ થી પ્રોમીસ કર્યુ કે હવે લગ્ન પણ એના જ સાથે કરીશ... પણ એને મે એ પણ કીધુ કે લગ્ન માતા પિતા ને મનાવિને જ કરવાના.... એ પણ હવે ખુશ થઈ ગઇ હતી... એને એમ લાગતુ હતુ કે મારુ પોતાનું કોઇ તો છે...
હુ એને આ દિવસ થી ખરેખર પ્રેમ કરતો થયો... અને હવે એ મારી એક જવાબદારી બની ગઇ હતી...
(કેવું ફીલ થાય જ્યારે કોઇને એ ખબર પડે કે એના માતા પિતા નથી.. ??)
આગળનુ આવતી કાલે.... ?