કૃષ્ણની બંસરીનો એ મધુર નાદ,
રાધાનો એ મિઠો 'હે કૃષ્ણ' સાદ...
રાધાકૃષ્ણ પ્રેમમાં તરબોળ એ વાંસળીનો અવાજ,
ઘાયલ વ્રજવાસીઓ સમજે સુરનો અંદાજ...
રાધા સંગ કૃષ્ણ રચે અનોખો રાસ,
મિલનની આ રાતડી બને કંઇક ખાસ...
વાંસળીના સુર સુણી કહે 'ભુમી' જાણે ગોપીને તુ જાગ,
પુછે રાધા,' હે પ્રિયે 'આ તારો કેવો રાગ...
- @bhumi_shayar