આટલા આતુર આટલા બેકરાર કેમ છે?
લોકો જરૂરતથી વધારે હોંશિયાર કેમ છે?
મોઢા પર બધા જ વખાણ કરતા રહે
પણ પીઠ પાછળ દુશ્મન હજાર કેમ છે?
નકાબથી દરેકનો ચહેરો છે ઢંકાયલો
હૂંફ પાછળ ડોકાતો દંભી આચાર કેમ છે?
એકબીજાને કાપવાની હોડ ચાલતી રહે
વર્તનમાં આવી બેધારી તલવાર કેમ છે?
બધાને બધાની ખબર રાખવાની લાલસા
લોકો હાલતા ચાલતા અખબાર કેમ છે?
- તા.ક. whatsapp પરથી ઉઠાંતરી કરેલ છે.