એક હકીકત
રહું છું ભાડાના મકાનમાં,
રોજ શ્વાસ વહેંચી ભાડું ચૂકવું છું,
મારી ઐકાત બસ માટી જેટલી છે ,
વાતો રોજ મહેલની કરી જાઉં છું,
ખાખ થઈ જવાની આ કાયા એક દિન,
છતાં ખૂબસૂરતી પર,
અભિમાન કરું છું,
મને ખબર છે સ્મશાન પણ,
પોતાના સહારે નથી જઇ શકતો,
એટલે જ હું જમાનામાં તમારા
જેવા મિત્રો બનવું છું.