ઈચ્છા
આકાશ ને અડવાની આશ રાખુ છું,
આકાશ અને ધરતી ના ,
મિલન ની આશ રાખુ છું,
પાતાળ થી આકાશ સુધી,
પહોચવાની ઈચ્છા રાખુ છું,
ખૂબ ઉડાળમા ઉતરી ને...
બધું પારખવા માંગુ છું,
નિમૅળ છે એને પારસ ,
બનાવવા માંગુ છું,
પારસ માંથી મૂર્તિ ,
બનાવવા માંગુ છૂ,
બસ.
પ્રભુઆ મૂર્તિ માં
પ્રાણ તારા અને વિશ્વાસ મારો
પૂરવા માંગુ છું.