Gujarati Quote in Shayri by Chaitanya Joshi Deepak Porbandar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહી પ્રતિક્ષા કેટકેટલી કરી ગૌતમનારી.
રહી કેટકેટલી ધીરજ ધરી ગૌતમનારી.

ન ઓળખ્યા શશીન્દ્ર દેવોને એથી શું ?
એણે પતિ જાણી સેવા કરી ગૌતમનારી.

ખરી ભૂલ ઇન્દ્રની કે ભૂલોકે કુદ્રષ્ટિ કરી,
બેકસૂર અહલ્યાને સજા મળી ગૌતમનારી.

રામચરણધૂલિ ચેતન પ્રગટાવી નિષ્પ્રાણમાં,
ભૂલ ગૌતમની કોણે છાવરી ગૌતમનારી.

જ્યાંથી મળ્યા શાપ ત્યાં પુનઃ જવાનું શાને ?
શીદને એ પતિલોક સંચરી? ગૌતમનારી.

કેવો હશે એ સમાજ માત્ર અબળા જ દોષી?
ગણે પુરુષની ભૂલ અવગણી ગૌતમનારી.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Shayri by Chaitanya Joshi Deepak Porbandar : 111039079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now