એ આભલા ની ચુંદડી લહેરાવતી જાય છે..
કેડ થકી કંદોરા ને સહેલાવતી જાય છે..
એના પગ ની ઝાંઝર નું તો કહેવુ જ શું???
છન છન નો ઝનકાર રેલાવતી જાય છે...
નાક માં ની નથ તો એવો ઝબકાર કરતી...
એ તારા ના ઊજાશ ને પણ પાછો પાડતી..
કાન ના એ ઝૂમખાં તો હવામાં જ ઉડી રહ્યા છે.. પોતા ને નસીબદાર માની બીજા પર હસી રહ્યા છે.....
'કેટલા નસીબ થી ભરપૂર છીએ અમે ..
તને આટલી નજીક થી નીરખી રહ્યા છે'..
કાન પાછળ ની લટ તો હરીફાઇ માં ઉતરી છે..
હવા સાથે એ પણ ઝગડી રહી છે...