“દંભ”
માનવી પોતાની નખશિખ જાત ક્યારેય ઉલેચી શકતો નથી. હું માનું છું ત્યાં સુધી એ માત્ર બે જ જગ્યાએ સંપૂર્ણ નગ્ન હોય છે. એક જ્યારે એ એકલો હોય ત્યારે અને બીજું એ જ્યારે ગાઢ નિંદ્રામાં સુતો હોય ત્યારે. સ્વપ્નાવસ્થામાં પણ માણસ પોતાનો અહંકાર ખંખેરી શકાતો નથી. સ્મશાનમાં જતી વેળાએ પણ નોકરી, ધંધો, ડીગ્રી અને હોદ્દો વેંઢારીને જતા અમાનુષોથી આ ધરાને બોજો લાગતો હશે ખરો ?